વલસાડ: ઉમરસાડી કોટલાવ ગામે મૃતકની અંતિમ યાત્રા માટે રેલવે ટ્રેક પર જોખમ ખેડીને પસાર થતા પરિવારજનો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા માટે કોઝવેનો ઉપયોગ ગ્રામજનો કરે છે,

New Update

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા માટે કોઝવેનો ઉપયોગ ગ્રામજનો કરે છે, પરંતુ ભારે વરસાદને કારણે પાણી એ જમાવટ કરતા મૃતક ની અંતિમ યાત્રા પરિવારજનોએ રેલવે ટ્રેક અને પુલ પરથી જોખમ ખેડીને પસાર કરી હતી.

કહેવાય છે કે કુદરતની ધમાલ આગળ બધી જ ધમાલ પામર હોય છે, એવુંજ કઈંક વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામમાં બનવા પામ્યું હતું. દાદરી મોરા ફળિયામાં રહેતા હીરાભાઈ ગોપાલભાઈ નાયકા નામના એક વ્યક્તિનું અવસાન થયું હતું. ત્યારબાદ પરિવારજનો તેમની અંતિમ યાત્રા સ્મશાન ભૂમિ સુધી લઈ જઈ રહ્યા હતા. જોકે ફળિયા થી સ્મશાન ભૂમિ વચ્ચે ના કોઝવે પર થી પાણી પસાર થતુ હોવાથી વચ્ચે આવતી રેલવે લાઇન અને રેલવે નો સાંકડો પુલ પસાર કરવો પડે છે.અને આ રેલવે ટ્રેક પર થી અંતિમ યાત્રા લઈ જવી પડે છે.
આ સમયે પણ મૃતકના સ્વજનોએ પોતાના જીવને જોખમમાં મૂકી અને રેલવે ટ્રેક પર અંતિમયાત્રા લઈ ગયા હતા. એટલું  જ નહીં પરંતુ રેલવે ટ્રેકની બંને બાજુ બનાવેલી બેરીકેટ ને પણ પાર કર્યા બાદ ટ્રેકની સાથે અહીંના સાંકડા રેલવેના પુલ પરથી પણ મૃતદેહ  લઈ અને પસાર થવું પડે છે. રેલવે ટ્રેક પર નીકળેલી અંતિમયાત્રાના ચોંકાવનાર દ્રશ્યો સામે આવ્યા છે. સદ્દનસીબે જ્યારે રેલવે ટ્રેક પર અને પુલ પરથી અંતિમ યાત્રા પસાર થઈ રહી હતી એ વખતે કોઈ ટ્રેન નહોતી આવી એટલે સૌને રાહતનો શ્વાસ લીધો હતો.
Read the Next Article

અંકલેશ્વર: કોસમડીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવ પાર્થિવ પૂજનનું આયોજન

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો

New Update
  • અંકલેશ્વરના કોસમડીમાં યોજાયો કાર્યક્રમ

  • સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો

  • શિવ પાર્થિવ પૂજનનું કરાયુ આયોજન

  • શ્રાવણ માસમાં કરવામાં આવે છે પૂજા

  • ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
છેલ્લા 7 વર્ષથી અંકલેશ્વરના કોસમડી ગામના  સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજાનનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજરોજ આચાર્ય શિવરામ પાંડેયની અધ્યક્ષતામાં શિવ પાર્થિવ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં 61 જોડા જોડાયા હતા અને શાસ્ત્રોત વિધિ અનુસાર પૂજન કરાવવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.આ કાર્યક્રમમાં અશોક મહતો,સોનું મૌર્યા અને વિશ્વજીત પાલ સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.