New Update
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા માટે કોઝવેનો ઉપયોગ ગ્રામજનો કરે છે, પરંતુ ભારે વરસાદને કારણે પાણી એ જમાવટ કરતા મૃતક ની અંતિમ યાત્રા પરિવારજનોએ રેલવે ટ્રેક અને પુલ પરથી જોખમ ખેડીને પસાર કરી હતી.
કહેવાય છે કે કુદરતની ધમાલ આગળ બધી જ ધમાલ પામર હોય છે, એવુંજ કઈંક વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામમાં બનવા પામ્યું હતું. દાદરી મોરા ફળિયામાં રહેતા હીરાભાઈ ગોપાલભાઈ નાયકા નામના એક વ્યક્તિનું અવસાન થયું હતું. ત્યારબાદ પરિવારજનો તેમની અંતિમ યાત્રા સ્મશાન ભૂમિ સુધી લઈ જઈ રહ્યા હતા. જોકે ફળિયા થી સ્મશાન ભૂમિ વચ્ચે ના કોઝવે પર થી પાણી પસાર થતુ હોવાથી વચ્ચે આવતી રેલવે લાઇન અને રેલવે નો સાંકડો પુલ પસાર કરવો પડે છે.અને આ રેલવે ટ્રેક પર થી અંતિમ યાત્રા લઈ જવી પડે છે.
આ સમયે પણ મૃતકના સ્વજનોએ પોતાના જીવને જોખમમાં મૂકી અને રેલવે ટ્રેક પર અંતિમયાત્રા લઈ ગયા હતા. એટલું જ નહીં પરંતુ રેલવે ટ્રેકની બંને બાજુ બનાવેલી બેરીકેટ ને પણ પાર કર્યા બાદ ટ્રેકની સાથે અહીંના સાંકડા રેલવેના પુલ પરથી પણ મૃતદેહ લઈ અને પસાર થવું પડે છે. રેલવે ટ્રેક પર નીકળેલી અંતિમયાત્રાના ચોંકાવનાર દ્રશ્યો સામે આવ્યા છે. સદ્દનસીબે જ્યારે રેલવે ટ્રેક પર અને પુલ પરથી અંતિમ યાત્રા પસાર થઈ રહી હતી એ વખતે કોઈ ટ્રેન નહોતી આવી એટલે સૌને રાહતનો શ્વાસ લીધો હતો.