સાબરકાંઠા : પુષ્કળ પ્રમાણમાં થયેલા ફલાવર-કોબીજનો ભાવ સારો ન મળતા ખેડૂતોમાં નિરાશા..!

પ્રાંતિજ સહિત તાલુકામાં ફલાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, અને પ્રાંતિજ તાલુકો ફલાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવલ્લ નંબર પર છે

New Update
Advertisment
  • પ્રાંતિજ તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં થતી ફલાવર-કોબીજની ખેતી

  • પ્રાંતિજના ફલાવર-કોબીજની ગુજરાત સહિત દેશભરમાં રહી માંગ

  • તાલુકાના અનેક ખેડૂતોએ કરી છે ફલાવર-કોબીજની પુષ્કળ ખેતી

  • માર્કેટમાં ફલાવર-કોબીજના સારા ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા

  • બિયારણખેડ-પાણીખાતર સહિતનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો

Advertisment

 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકાના ગામડાઓમાં મુખ્યત્વે શાકભાજીના પાકમાં પુષ્કળ પ્રમાણમાં ફલાવર-કોબીજની ખેતી થાય છે. પરંતુ હાલ ફલાવર અને કોબીજના સારા ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ફલાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છેઅને પ્રાંતિજ તાલુકો ફલાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવલ્લ નંબર પર છે. પ્રાંતિજનું ફલાવર-કોબીજ ગુજરાતના અમદાવાદવડોદરાસુરતરાજકોટ સહિતના નાના-મોટા શહેરોમાં નિકાસ થાય છેજ્યારે મહારાષ્ટ્રના મુંબઇપુણાનાસિકદિલ્લીઉદેપુર સહિત વિદેશોમાં પણ પ્રાંતિજના ફલાવર-કોબીજની માંગ છેત્યારે હાલ તો પ્રાંતિજ તાલુકાના ખેડૂતો અન્ય શાકભાજીની ખેતી છોડીને ફલાવરની ખેતી તરફ વળતા ફલાવરનો પાક પુષ્કળ પ્રમાણમાં તૈયાર થયો છે.

તો બીજી તરફકમોસમી વરસાદ લઈને વાદળો આવી જતા ફલાવર એક સાથે ફુટી જતા ખેડૂતોએ પાકનો ઉતારો શરૂ કર્યો છે. પરંતુ બજારમાં ફલાવરનો પાક એક સાથે આવતા હાલ બજાર ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હોલસેલમાં 20 રૂ. કિલોનો ભાવ 40 એટલે કેબજાર ભાવ 2 રૂપિયા જેટલો મળતા મોધુ બિયારણદવાખાતરપાણી સહિત ખેડની મહેનતનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છેખેડૂતો ફલાવરનો પાક માર્કેટયાર્ડ ખાતે વેચાણ અર્થે લઈને આવે છે. પણ ભાવ નામળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

Latest Stories