સુરેન્દ્રનગર: લખતરના ગામડાઓમાં ખેડૂતો ઘુડખરના ત્રાસથી રાત ખેતરે વિતાવવા મજબૂર બન્યા

લખતરના ગામોમાં રાત્રિના સમયે ખેડૂતોને ફરજિયાત પણે રાત ખેતરમાં વિતાવી પડે છે અને ઝુંડના ઝુંડ ઘુડખરો ખેતરમાં ઘૂસી ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે.

New Update
ghudkhar

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ધણાદ, ડુમાણા ગંજેરા નાના અંકેવાળીયા મોઢવાણા સહિતના ગામોમાં ઘુડખરના ત્રાસના લીધે ખેડૂતોને ભારે અનેક વાર રજૂઆતો કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જેથી હવે ખેડૂતોએ ગાંધીનગરમાં ધરણા પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે, ઘણાદ ગામમાં દિવસ અને રાત્રી દરમિયાન ખેતરોમાં 40 થી 50ના ટોળા સાથે ઘુડખર છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાન કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. 

10 ગામના ખેડૂતો દ્વારા અગાઉ ધરણા તેમજ બે વખત કલેકટર કચેરી તેમજ વન વિભાગ સહિતને પદયાત્રા કરી અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તેઓનું સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોની માગ છે કે, ઘુડખર અભ્યારણ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે છતાં પણ ખેડૂતોના ખેતરોમાં આ વિસ્તારમાં 150 થી 200 જેટલા ઘુડખરો કાયમી વસવાટ કરી રહ્યા છે, રાત્રિના સમયે ખેડૂતોને ફરજિયાત પણે રાત ખેતરમાં વિતાવી પડે છે અને ઝુંડના ઝુંડ ઘુડખરો ખેતરમાં ઘૂસી ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે છે.

Latest Stories