સાબરકાંઠા: પિતા અને ભાઈએ 14 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

સંબંધોને શરમાવે તેવી ઘટના સાબરકાંઠા જીલ્લાના તલોદમાં નોધાઈ છે જેમાં સગા સગીર ભાઈ પીતા અને મિત્રએ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે.

New Update
Advertisment

પિતા પુત્રી અને ભાઈ બહેનના સંબંધને કલંકિત કરતો કિસ્સો સાબરકાંઠાના તલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે જેમાં સગીર દિકરી ગર્ભવતી બનતા માતાએ સગા પીતા - ભાઈ સહિત અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisment
સંબંધોને શરમાવે તેવી ઘટના સાબરકાંઠા જીલ્લાના તલોદમાં નોધાઈ છે જેમાં સગા સગીર ભાઈ પીતા અને મિત્રએ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે. હળાહળ કળીયુગની પરાકાષ્ઠા એવી કે ભાઈ- પિતા અને એક ઈસમ એમ ત્રણેય મળીને સગીર દિકરીને વાસનાનો ભોગ બનાવી છે.ત્રણેય પોતાની વાસના સંતોષવા સગીર દિકરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને શારીરિક અડપલા અને બળજબરી પુર્વક શારીરિક સંબંધો સગીરાની મરજી વિરુદ્ધ બાંધ્યા હતા.આ સમગ્ર ઘટનાની જાણ દિકરીની માતાને થતા માતાએ તાત્કાલિક તલોદ પોલીસ મથકે જઈ દિકરીના પિતા તેનો સગીર ભાઈ અને અન્ય એક ઈસમ સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. તો પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી અટકાયતી પગલા ભર્યા છે