નાણમંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટમાં ટેકનોલોજી,મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2026-27માં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

New Update
knundesi

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2026-27માં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજીરમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

ગુજરાત બજેટ 2026ની મુખ્ય જાહેરાતોમાં નવા 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર તથા 50 નવા ધન્‍વંતરિ આરોગ્ય રથ શરૂ કરાશે,તેના માટે 260 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના માટે 3472 કરોડ રૂપિયાની જોગવાઈ,ગુજરાતમાં નવી 2 હજાર આંગણવાડીઓના નિર્માણ તથા વર્તમાન આંગણવાડીના માળખામાં વધારા માટે 360 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.ગુજરાતમાં 3.15 લાખ ઘર બનાવવા માટે 4272 કરોડ રૂપિયાની જોગવાઈ, PM આવાસ યોજનાડો.આંબેડકર આવાસ યોજનાપંડિત દિનદયાળ આવાસ યોજનાહળપતિ આવાસ યોજના હેઠળ ઘર બનાવાશે,જ્યારે SC-ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા અઢી લાખ રૂપિયાથી વધારી રૂપિયા 6 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત VB-G RAM G યોજના માટે 1500 કરોડ રૂપિયાની જાહેરાત,તેમજ શિક્ષણ ક્ષેત્રે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે કુમાર વિદ્યાર્થીઓની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 2,50,000 થી વધારીને રૂપિયા 6,00,000,છાત્રાલય સહાયમાં આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયોના વિદ્યાર્થીઓની માસિક સહાય રૂપિયા 2,160 થી વધારીને રૂપિયા 2,500 કરવામાં આવી છે.આ જાહેરાત અંતર્ગત રાજ્યમાં વધુ 926 PM-SHRI સ્કૂલો અને બાલવાટિકાથી ધોરણ 10 સુધીની 'સંકલિત શાળાઓપણ શરૂ કરાશે.ગાંધીનગરમાં અત્યાધુનિક ડિજિટલ લાયબ્રેરી અને આદિજાતિ વિસ્તારોના 15 તાલુકામાં 'ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરીબનાવાશે.વધુમાં અમદાવાદને ઓલિમ્પિક રેડી સીટી તથા કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Latest Stories