ગિરનાર પર્વત પર ભારે વરસાદ
દામોદર કુંડમાં પાણીનું વધ્યુ સ્તર
પાણીનો પ્રવાહ વધતા તંત્ર એલર્ટ
ભક્તો પિતૃ તર્પણ કરવા માટે આવ્યા
સુરક્ષા હેતુસર કુંડ પર પ્રવેશબંધી
જૂનાગઢના ગિરનાર પર ધોધમાર વરસાદને પગલે પવિત્ર દામોદર કુંડમાં નવા નીરનું આગમન થયું છે,અને પૂર જેવી સ્થિતિ સર્જાતા પિતૃ અમાસના દિવસે પિતૃ તર્પણ માટે આવતા શ્રદ્ધાળુઓ પર સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પ્રવેશબંધી કરવામાં આવી છે.
જૂનાગઢના ગિરનાર પર ધોધમાર વરસાદને પગલે પવિત્ર દામોદર કુંડમાં નવા નીરનું આગમન થયું છે,અને પૂર જેવી સ્થિતિ સર્જાય ગઈ છે.શ્રાવણ અમાસ એટલે કે પિતૃ અમાસના દિવસે પિતૃ તર્પણનું અનેરું ધાર્મિક મહત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. હજારોની સંખ્યામાં ભાવિકોએ દામોદર કુંડમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે અને પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ઉમટ્યા છે.
આ ભારે ભીડને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસ દ્વારા ભાવિકોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જોકે દામોદર કુંડમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ દામોદર કુંડ, જટાશંકર મહાદેવ મંદિર અને વિલિંગ્ડન ડેમ પર તાત્કાલિક પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જોકે પાણીનો પ્રવાહ ઓછો થશે અને જોખમરૂપ પરિસ્થિતિ નહીં હોય તો ભક્તોને દામોદર કુંડ,જટાશંકર મહાદેવ મંદિર અને વિલિંગ્ડન ડેમ પર જવા માટે પરવાનગી આપવામાં આવશે.