Connect Gujarat
ગુજરાત

પર્યાવરણનું પિયર ગણાતી ગીર સોમનાથની કુરેશી નર્સરીમાં પૂરનો પ્રકોપ, લાખો વૃક્ષો અને રોપા થયા નષ્ટ..!

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને ગીર પંથકમાં વરસાદના કારણે આવેલા પૂરના પ્રકોપ બાદ ભયંકર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.

X

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને ગીર પંથકમાં વરસાદના કારણે આવેલા પૂરના પ્રકોપ બાદ ભયંકર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં 50 વર્ષ જૂની કુરેશી બાગ નર્સરી તહસ નહસ થઈ જતાં મહામુલા પર્યાવરણની નુકસાનીનો નર્સરીના માલિકે અફસોસ વ્યક્ત કર્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર રાજ્ય સહિત ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતી, ત્યારે તાલાલા અને ગીર પંથકમાં વરસાદના કારણે આવેલા પૂરના પ્રકોપ બાદ ભયંકર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. પર્યાવરણનું પિયર ગણાતી એવી કુરેશી બાગ નર્સરીમાં વર્ષોથી જતન કરી ઉછરેલા વૃક્ષો નષ્ટ થઈ ગયા છે. 40 વીઘામાં આવેલ વિશાળ કુરેશી બાગ નર્સરીમાં લાખો વૃક્ષો અને રોપા નષ્ટ થઈ જતાં તબાહીનો મંઝર સામે આવ્યો છે. 50 વર્ષ જૂની આ નર્સરીમાં 5 હજારથી વધુ વિવિધ પ્રજાતિની વનસ્પતિના મધર પ્લાન્ટ, અલભ્ય અને લુપ્ત થતી વનસ્પતિઓના 12 હજાર પ્લાન્ટ, 10 લાખ આયુર્વેદિક અને જંગલી વનસ્પતિઓ ના પ્લાન્ટ સહિતના તમામ રોપા ધસમસતા પુરના પ્રવાહમાં તણાઈ ગયા હતા, ત્યારે આર્થિક નુકસાન કરતાં મહામુલા પર્યાવરણની નુકસાનીનો નર્સરીના માલિકે અફસોસ વ્યક્ત કર્યો હતો.

Next Story