રાજ્યમાં આજે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષામાં પહેલીવાર બાયોમેટ્રિક સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 300 જેટલી જગ્યા 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.
રાજ્યમાં આજે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની પરીક્ષા આજે યોજાનાર છે.300 જેટલી જગ્યા માટે 1.85 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. પહેલીવાર બાયોમેટ્રિકથી પ્રવેશ આપવામાં આવ્યો છે.પેપર લીક થતા હોવાની ઘટના વચ્ચે પહેલી વખત નવી વ્યૂહ રચના ગોઠવવામાં આવી છે.
પ્રથમ વખત પેપરના બંડલોને સાત તાળા હશે. છેલ્લા તાળાનો પાસવર્ડ માત્ર કલેક્ટર જ આપશે. ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ-3 ની ભરતી પરીક્ષા આજે યોજનારા છે. રાજ્યનાં 56 કેન્દ્રોના 555 વર્ગખંડમાં પરીક્ષા યોજાઈ રહી છે.