Connect Gujarat
ગુજરાત

“આગાહી” : ગુજરાતમાં ફરી 3 દિવસ કમોસમી વરસાદની શક્યતા, ગાજવીજ સાથે વરસશે માવઠું : હવામાન વિભાગ

ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર સતત 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.

X

ગુજરાત રાજ્ય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર સતત 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. તા. 5, 6 અને 7 એપ્રિલના રોજ રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં લો-પ્રેસર સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં 3 દિવસ એટલે કે 5 થી 7 એપ્રિલના રોજ વરસાદી વાતાવરણ રહેશે. રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તા. 5 અને 6 એપ્રિલના રોજ કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ દ્વારકા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે, જ્યારે તા. 7 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણના ઉપર અને મધ્ય લેવલે પ્રેસર સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને કારણે આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં 30થી 40 કિલોમીટરની ગતિના પવનો સાથે કમોસમી વરસાદ પડશે. જોકે, ત્યારબાદ ગરમીનો પારો 37 ડિગ્રીને પાર થઈ જાય તેવી શક્યતા વર્તાય રહી છે.

Next Story