“આગાહી” : 13મી એપ્રિલે ફરી આવશે માવઠું, 14-15 એપ્રિલે રહેશે હિટ વેવ : હવામાન વિભાગ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર વ્યાપી ગયો છે. મંગળવારે 9 શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું છે.

New Update
“આગાહી” : 13મી એપ્રિલે ફરી આવશે માવઠું, 14-15 એપ્રિલે રહેશે હિટ વેવ : હવામાન વિભાગ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર વ્યાપી ગયો છે. મંગળવારે 9 શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું છે.ગરમ-સૂકા પવનના કારણે તાપમાનમાં વધારો થયો છે. હજુ 24 કલાક ગરમીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Advertisment

તો 14 અને 15 એપ્રિલે અમદાવાદમાં હિટ વેવની આગાહી છે, જયારે સાયક્લોનિક સર્ક્યુલેશનના 13-14 એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12 એપ્રિલે ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે 13 એપ્રિલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે. તો બીજી તરફ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. તા. 14 એપ્રિલના રોજ વલસાડ, સુરત, નવસારી, સુરત, અમરેલી, ભાવનગર, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી તાપમાનમાં વધારો થયો છે.

Advertisment