અમરેલી લોકસભા બેઠક પર 11 ઉમેદવારોની ઉમેદવારી
જેની ઠુમ્મરના ફોર્મમાં વિસંગતતાને લઇ ભાજપનો વાંધો
ફોર્મમાં વિસંગતતા મામલે સુનાવણી હાથ ધરવામાં આવી
ભાજપ-કોંગ્રેસની દલીલો બાદ જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય
મહત્વપૂર્ણ ચુકાદો આવતા જિલ્લા કોંગ્રેસમાં ખુશીનો માહોલ
અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના ફોર્મમાં વિસંગતતા હોવાને લઇ ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. જેના પગલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસની દલીલો સાંભળ્યા બાદ જેની ઠુમ્મરના ફોર્મને માન્ય રાખી મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો.
લોકસભા ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખે તમામ રાજકીય પક્ષના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર રજૂ કરી દીધા હતા. જોકે, તમામ બેઠક પર ફોર્મ ભરાઇ ગયા બાદ ચકાસણી પણ કરાઈ હતી, ત્યારે અમરેલી લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારી પત્ર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી બેઠક ઉપર 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના સોંગદનામામાં દર્શાવેલી મિલકત અંગે સ્પષ્ટતા નહીં હોવાનો ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો ઉઠાવ્યો છે. જેને લઇને અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું.
અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ભાજપ નેતા રવુ ખુમાણ લીગલ ટીમ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર પણ લીગલ ટીમ સાથે કચેરીમાં પહોંચ્યા હતા. આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની લીગલ ટીમને કલેક્ટર દ્વારા સાંભળવામાં આવ્યા હતા. જેમાં સનાવણીના અંતે મહત્વ પૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેની ઠુમ્મરના ફોર્મને માન્ય રાખવામાં આવ્યું હતું. જેથી તેઓના સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યાં હતા. તેમજ કોંગ્રેસમાં ખુશી સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમરેલી લોકસભાના ઉમેદવાર જેની ઠુમ્મરનુ ફોર્મ મંજુર થતાં જ પૂર્વ ઘારાસભ્ય વિરજ ઠુમ્મરે યોજી પત્રકાર પરિષદ યોજી હતી. વિરજી ઠુમ્મરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ રૂ. 7 કરોડની લોન લઈને રૂ. 4 કરોડમાં માંડવાળ કર્યા હોવાનો વીરજી ઠુમ્મરે આક્ષેપ કર્યો હતો, ત્યારે હવે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ભરત સુતરીયાને જાહેર જનતામાં જાહેર કરવાની વીરજી ઠુમ્મર દ્વારા માંગ કરવામાં આવે તેવું પણ જણાવાયું હતું. જોકે, હવે જેની ઠુમ્મરનું ફોર્મ મંજૂર થતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.