જુનાગઢ વિસાવદરમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી, આયોજકો ફોન બંદ કરી નાસી છૂટ્યા.

કુલ 51 દંપતી પ્રભુતામાં પગલા પાડવાના હતા. બાદમાં સમૂહ લગ્નના આયોજકો દ્વારા મેસેજ દ્વારા જાણ કરાઇ હતી કે અંગત કારણોસર સમૂહ લગ્ન આયોજન બંધ રાખેલ છે.

New Update
વિસાવદરમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી

જુનાગઢ જિલ્લાના વિસાવદરમા સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બાબતે વિસાવદર પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી આરંભી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરમા સમુહ લગ્નના નામે છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જે બાબતે જાનકી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહીત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી..

ભરત ઉસદડીયામહેશ ગજેરા અને મહેશ વઘાસીયા સામે રઘુભાઈ રાઠોડ નામની વ્યક્તિ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. સમગ્ર સમૂહ લગ્નના આયોજનની વાત કરીએ તો 15 મે ના રોજ સમૂહ લગ્નનું આયોજન હતું. જેમાં કુલ 51 દંપતી પ્રભુતામાં પગલા પાડવાના હતા. બાદમાં સમૂહ લગ્નના આયોજકો દ્વારા મેસેજ દ્વારા જાણ કરાઇ હતી કે અંગત કારણોસર સમૂહ લગ્ન આયોજન બંધ રાખેલ છે.

જેને લઈને સમૂહ લગ્નમાં નોંધણી કરેલ પરિવારો દ્વારા આ બાબતે આયોજકોનો સંપર્ક કરાયો હતો  તો પહેલા તો કોઈને કોઈ જવાબ આપતા રહ્યા બાદમાં આયોજકો જ ફોન બંધ કરી નાસી ગયા હતા. નોંધણી માટે 11,000 ની ફી અને આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ વર /કન્યા પક્ષ પાસેથી લેવાયા હતા. અંતે રઘુ રાઠોડ નામની વ્યક્તિ જેઓએ પોતાના દિકરાના લગ્નની નોંધણી કરાવી હતી તેમણે હિમ્મત દાખવી અને પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે વિસાવદર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Latest Stories