થાળીમાં ‘ઓછો ભાત કેમ મુક્યો..?’ કહી મિત્રના હાથે મિત્રની હત્યા, પંચમહાલ-માસવાડ GIDCની ઘટના...

પંચમહાલ જિલ્લાના હાલોલની માસવાડ GIDCમાં આવેલી એક એગ્રો કંપનીમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં એક મિત્રએ બીજા મિત્રની લાકડાના ફટકા મારી હત્યા કરી નાખી

New Update
  • હાલોલ-મસવાડ GIDCમાં મિત્રના હાથે મિત્રની હત્યા

  • થાળીમાં ભાત ઓછા આપવા જેવી બાબતમાં ઝઘડો

  • ઉશ્કેરાયેલા મિત્રએ માથામાં લાકડાના ફટકા માર્યા

  • બિહારના ઈજાગ્રસ્ત યુવકનું ગોધરા સિવિલમાં મોત

  • પોલીસે હત્યારાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા 

પંચમહાલ જિલ્લાના હાલોલની માસવાડ GIDCમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પંચમહાલ જિલ્લાના હાલોલની માસવાડ GIDCમાં આવેલી એક એગ્રો કંપનીમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી દીધી હતી.

ગત રવિવારની સાંજે જમવાનું બની જતા બન્ને મિત્રો સાથે જમવા બેઠા હતા. મિત્ર તનોજ શાહ બન્નેની થાળીમાં ભાતની વેહચણી કરતો હતો. આ દરમિયાન ગપ્પુ કુમારે પોતાની થાળીમાં ઓછો ભાત કેમ મુક્યો..?’ કહી ઝગડો કરતા બન્ને મિત્રો મારામારી પર ઉતરી આવ્યા હતા. ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા પપ્પુ કુમારે ચૂલામાંથી લાકડું કાઢી તનોજના માથામાં ઉપરા છાપરી ફટકા મારતાં તનોજ લોહીલુહાણ થઈ ત્યાંજ ફસડાઈ પડ્યો હતો. ત્યારબાદ ગપ્પુ યાદવ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. 

બીજી તરફઇજાગ્રસ્ત તનોજને સારવાર અર્થે પ્રથમ કાલોલ બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટ્યો હતો. સમગ્ર મામલે હાલોલ રૂરલ પોલીસે હત્યારા મિત્ર પપ્પુ યાદવ વિરુદ્ધ ગુન્હો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories