Connect Gujarat
ગુજરાત

આજથી PM મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે, જંગી રેલી યોજી જનસમર્થન મેળવશે.!

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે.

આજથી PM મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે, જંગી રેલી યોજી જનસમર્થન મેળવશે.!
X

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. સત્તાધારી ભાજપે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. આજથી PM મોદી 3 દિવસ ગુજરાતમાં પ્રવાસે છે.

PM મોદી આજથી 21 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસમાં PM મોદી 8 જેટલી સભાને સંબોધન કરશે. આજે વાપીમાં PM મોદી રોડ શો કરશે. વલસાડમાં પણ PM મોદી આજે જંગી જનસભાને સંબોધિત કરશે. 20 નવેમ્બરે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે તેમજ 20 નવેમ્બરે PM મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ જનસભા સંબોધશે. તેમજ 21 નવેમ્બરે PM મોદીની સુરેન્દ્રનગરમાં જનસભા આયોજન કરાયું છે તો 21 નવેમ્બરે PM મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધશે.

Next Story