જુનાગઢ-કેશોદ હાઇવે પર ગાદોઈ ટોલ પ્લાઝાનો વિવાદ વધુ વકર્યો, વિરોધના વંટોળ વચ્ચે તંત્ર દોડતું થયું...

જીલ્લામાંથી પસાર થતાં જુનાગઢ-કેશોદ હાઇવે પર આવેલ ગાદોઈ ગામ નજીકના ટોલનાકા મુદ્દે વિવાદ સર્જાતા વહીવટી તંત્ર દોડતું થયું

જુનાગઢ-કેશોદ હાઇવે પર ગાદોઈ ટોલ પ્લાઝાનો વિવાદ વધુ વકર્યો, વિરોધના વંટોળ વચ્ચે તંત્ર દોડતું થયું...
New Update

જુનાગઢ જીલ્લામાંથી પસાર થતાં જુનાગઢ-કેશોદ હાઇવે પર આવેલ ગાદોઈ ગામ નજીકના ટોલનાકા મુદ્દે વિવાદ સર્જાતા વહીવટી તંત્ર દોડતું થયું છે.

જુનાગઢ જીલ્લામાંથી પસાર થતાં જુનાગઢ-કેશોદ હાઇવે પર આવેલ ગાદોઈ ગામ નજીકના ટોલનાકા મુદ્દે વિવાદ સર્જાયો છે. જેમાં ભારે વાહનો ટોલ ચાર્જ બચાવવા ગાદોઈ ગામેથી પસાર થવાના આક્ષેપોથી ટોલનાકાને મોટું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ટોળ નાકાના મેનેજર હસન મલેકે જણાવ્યું હતું કે, બહારના વાહનો ટોલ ચાર્જ બચાવવા માટે ડાયવર્ઝન કરતા હાલ ટોલ કંપની અને સરકારને નુક્શાન પહોંચી રહ્યું છે. તો બીજી તરફ, ગાદોઈ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિના જણાવ્યા મુજબ આ રસ્તો ટોલ નાકા બન્યા પહેલાનો જાહેર માર્ગ છે, અને ગ્રામજનોને કાયમી જરૂરી રસ્તો છે. જેની સામે ગ્રામ પંચાયત દ્વારા પૈસા ઉઘરાવવાના આક્ષેપો સાવ પાયા વિહોણા હોવાનું જણાવાયું છે. આ મુદ્દે વંથલી કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, આક્ષેપો સામે અમે પ્રાથમિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરીશું. આમ ટોલ ચાર્જ બચાવવા ગાદોઈ ગામેથી પસાર થતા વાહનોની વાતમાં વધુ કોઈ વિવાદ વકરે તે પહેલાં તંત્ર પૂરતી તપાસ કરી કાર્યવાહી કરશે તેમ સંલગ્ન અધિકારીઓએ જણાવ્યું હતું.

#Gujarat #CGNews #Junagadh #highway #Keshod #protests #Gadoi toll plaza
Here are a few more articles:
Read the Next Article