Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: રાજ્યની 17 જેલમાં 1700 પોલીસે અધિકારીઓએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન,જુઓ શું શું મળી આવ્યું

રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

X

રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેના કારણે ફફડાટ ફેલાય જવા પામ્યો છે

ગાંધીનગર પોલીસ ભવન ખાતે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, ડિજી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સચિવોની બેઠક બાદ અચાનક જ રાજ્યની સાબરમતી જેલ સહિત 17 જેલમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બેઠક બાદ એકા-એક રાજ્યની તમામ જેલમાં સાગમટે દરોડા પડ્યા હતા. મોડી સાંજે હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશન આજ સવાર સુધી ચાલ્યું. જેમાં 1700 કર્મચારીઓ જોડાયા હતા. જેલમાં ગેરકાયદે પ્રવૃતિને અટકાવવા આ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેલના કેદીઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા છે તેની પણ તપાસ કરવામાં આવી હતી. જેલર સહિત અન્ય સ્ટાફ પાસેથી કેદીઓ માટે શું વ્યવસ્થા છે તેની વિગતો મેળવી હતી. એક બે જગ્યાએથી સ્માર્ટ ફોન અને સાદા ફોન મળી આવ્યા છે. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. ગઈકાલે રાત્રે 09:00 વાગે ઉચ્ચ અધિકારીઓનો કાફલો જેલમાં પહોંચ્યો હતો. લાજપોર જેલમાં કમાન્ડો કીટ અને બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, તપાસ દરમિયાન કેટલીક બેરેકમાં કેદીઓએ હોબાળો મચાવ્યો હતો. અમદાવાદની સાબરમતી જેલમાં મોડી રાત્રે તપાસ હાથ ધરાઈ હતી. જૂની જેલની તપાસ બાદ નવી જેલમાં તપાસ હાથ ધરાઈ હતી. વહેલી સવારે પણ મધ્યસ્થ જેલમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં DCP, ACP, DySP સહિતનો કાફલો જોડાયો હતો. તપાસ દરમિયાન જેલમાંથી મોબાઈલ અને ગેજેટ્સ મળી આવ્યા છે.

Next Story