Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્ત 1,990 ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા...

આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના દરેક નાગરિકે આગામી 25 વર્ષમાં અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે.

X

રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા 1,990 ઉમેદવારોને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના દરેક નાગરિકે આગામી 25 વર્ષમાં અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે. ભારતના અમૃતકાળમાં નવનિયુક્ત થયેલા ઉમેદવારોએ કરેલા સંકલ્પો અને રાષ્ટ્રીય હિતમાં લીધેલા નિર્ણયો રાષ્ટ્રના વિકાસને વેગ આપશે. આ સાથે જ આ જવાબદારી નવી તકો અને પડકારો પણ લાવશે, ત્યારે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સીધી ભરતીથી પસંદગી પામેલા 1,990 જેટલા ઉમેદવારોને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ગુજરાત સરકારમાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવેલા સંદેશમાં જણાવ્યું હતું કે, નવનિયુક્ત ઉમેદવારો પાસે સરકારી સેવામાં જોડાઈને દેશ સેવા કરવા માટેની આ ઉત્તમ તક છે. સરકારી સેવાના સમયગાળા દરમિયાન સૌ ઉમેદવારોની પ્રાથમિકતા દેશવાસીઓના જીવનને સરળ બનાવવા સાથે જ તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાની પણ હોવી જોઈએ.

Next Story