Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: અરૂણાચલ પ્રદેશના સિવિલ સર્વીસીસના ર૪ તાલીમી અધિકારીઓએ CM ભુપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અરૂણાચલ પ્રદેશના સિવિલ સર્વીસીસના ર૪ તાલીમી અધિકારીઓએ મુલાકાત કરી હતી અને વિવિધ બાબતે માર્ગદર્શન મેળવ્યું હતું.

X

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અરૂણાચલ પ્રદેશના સિવિલ સર્વીસીસના ર૪ તાલીમી અધિકારીઓએ મુલાકાત કરી હતી અને વિવિધ બાબતે માર્ગદર્શન મેળવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત અરૂણાચલ પ્રદેશના સિવિલ સર્વીસીસના ર૪ તાલીમી અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી વડાપ્રધાન નરેન્દ્રમોદીના વિઝન 'મિશન કર્મયોગી' અંતર્ગત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન, મસૂરી ખાતે વિવિધ ઉચ્ચ સનદી સેવાઓ, કેન્દ્રીય સેવાઓ તેમજ રાજ્ય સેવાના અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન દેશના જુદા જુદા રાજ્યોના અધિકારીઓ અન્ય રાજ્યોના પ્રવાસ-મુલાકાત દ્વારા પ્રશાસનિક વ્યવસ્થા, જનહિત અને પ્રજાલક્ષી કાર્યક્રમના અમલીકરણ તથા પરિણામલક્ષી સફળતાથી પરિચિત થાય તે હેતુસર જે-તે રાજ્યોના પ્રવાસ યોજવામાં આવે છે.સી.એમ.ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ખાસ કરીને સોલાર એનર્જીના વ્યાપક ઉપયોગથી લોકોને નિઃશુલ્ક વીજળી મેળવવા સાથે પોતાના ઉપયોગ બાદ વધારાની આવી વીજળી વેચીને આવકનું માધ્યમ પણ આ સૌર ઊર્જા કઇ રીતે બની શકે તેની વિસ્તૃત સમજ આ અધિકારીઓને આપી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, 'સ્પીપા' અમદાવાદ ડાયરેક્ટર જનરલ આર.સી.મીના તથા મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા

Next Story