/connect-gujarat/media/post_banners/67a84fc8f01f02d7eb8f4faf1e052185f8ebd968cb23c0facd11fab4c66d618b.jpg)
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં વિકાસના વિવિધ કાર્યો માટેના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ઉદ્યોગકારો માટે "બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ" બન્યું છે.ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા રુપિયા 1 હજાર કરોડના રોકાણ સાથેના વધુ 4 MOU કરવામાં આવ્યા હતા.ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, પેકેજીંગ ઉદ્યોગ માટે ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટનાં ક્ષેત્રોમાં ઉદ્યોગ સ્થાપવા રુપિયા 1 હજાર કરોડના રોકાણ થતાં 10 હજારથી વધુ રોજગારની તકો ઉભી થશે.
આ MOU અંતર્ગત અમદાવાદ જિલ્લાના કેરાલા GIDCમાં કંપોઝિટ ટેક્ષટાઇલ યુનિટ કાર્યરત કરવા માટે એલ.બી.ટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ રૂ.450 કરોડનું રોકાણ કરશે, જ્યારે માંડલ તાલુકાના માનપુરામાં મેસ્કોટ સાઉથ એશિયા એલ.એલ.પી.155 હેક્ટરમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા રૂ. 288.75 કરોડનું રોકણ કરશે,નવસારીના વેસ્મા અને કાળાકાછા ખાતે ઔદ્યોગિક પાર્ક માટે આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવા રુપિયા રૂ.99.12 કરોડનું રોકાણ કરશે, અમદાવાદના ગાંગડ ખાતે FIBCના ઉત્પાદન માટે રૂ. 161.78 કરોડ કરવામાં આવશે.