Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : વરસાદથી ભારે તારાજી વચ્ચે 63ના મૃત્યુ, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પોહ્ચ્યા ઓપરેશન સેન્ટર

ભારે વરસાદને કારણે આઠ જિલ્લાઑ વધુ અસર, સ્થિતિની સમીક્ષા કરવા મહેસુલ મંત્રી પહોંચ્યા

X

રાજ્યમાં ભારે વરસાદને કારણે આઠ જિલ્લાને સૌથી વધુ અસર થઈ છે, જ્યારે અનેક વિસ્તારમાં તારાજી સર્જાઈ છે ત્યારે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સ્થિતિની સમીક્ષા કરવા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યા હતા.

ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સ્થિતિની સમીક્ષા કરવા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ અધિકારીઓને અસરગ્રસ્ત જિલ્લા અને લોકોની માહિતી તાત્કાલિક અસરથી મેળવવા તાકીદ કરી હતી તો સાથે તમામ જિલ્લા કલેક્ટર પાસેથી પણ વિગતો મેળવી હતી તેમના જણાવ્યા અનુસાર જેમાં છેલ્લા 24 કલાકમાં સાત લોકોના મૃત્યુ થયા છે જ્યારે 1 જૂનથી અત્યાર સુધીમાં કુલ મૃત્યુ 63 થયા છે જ્યારે 272 પશુના મોત થયા છે. માનવ મૃત્યુમાં 33 લોકોને વીજળી પડવાથી, આઠ લોકોના દિવાલ પડવાથી, 16 લોકોના ડૂબી જવાથી, 6 લોકોના ઝાડ પડવાથી +મૃત્યુ થયું હતું. ભારે વરસાદને કારણે ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા અસરગ્રસ્ત બન્યા છે. આ વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 18-18 ટીમો તૈનાત છે. એનડીઆરએફની 5 ટીમ પંજાબથી એરલિફ્ટ કરાઈ છે, જેને દક્ષિણ ગુજરાત મોકલાઈ છે.

Next Story