ગુજરાત વિધાનસભા સત્રના અંતિમ અને બીજા દિવસે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષના નેતા પરેશ ધાનાણી કહ્યું કે ભાજપે કોરોનાની નિષ્ફળતા છુપાવવા મુખ્યપ્રધાન અને મંત્રીમંડળ બદલ્યું છે.તેઓએ આરોપ લગાવ્યો કે સરકાર કોરોનાના મૃત્યુના આંકડા છુપાવે છે
ગુજરાત વિધાનસભાના અંતિમ અને બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કોરોના કાળમાં સરકારની નિષ્ફળતા સામે આવી છે અને સરકાર આંકડાઓ છુપાવી રહી છે.કોરોના મહામારીમાં ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રની નબળાઈ સામે આવી છે. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કારણે મૃતકોની સંખ્યા ગૃહમાં રાજ્ય સરકારે માત્ર 235 બતાવી છે તો કોંગ્રેસને RTI માં સાબરકાંઠામાં માત્ર 05 નગરપાલિકામાં 219 લોકોના મૃત્યુ થયા તેવી જાણકારી મળી છે. ગૃહમાં સરકારે કોરોનાના કારણે 3864 લોકોના કુલ મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું જ્યારે આરોગ્ય વિભાગે 10,081 લોકોના મૃત્યુ થયા હોવાનું જણાવ્યું છે આમ સરકાર અને વહીવટી પાંખ વચ્ચે વિસંગતતા છે. રાજ્યમાં 16 હજાર જેટલા બાળકો કોરોનામાં અનાથ બન્યા છે