ગાંધીનગર : ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભાજપમાં બેઠકોનો દૌર શરૂ, ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી સંકલન બેઠક

ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજથી 3 દિવસ ચૂંટણીલક્ષી બેઠકનો ધમધમાટ શરૂ થયો છે.

ગાંધીનગર : ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભાજપમાં બેઠકોનો દૌર શરૂ, ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી સંકલન બેઠક
New Update

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજથી 3 દિવસ ચૂંટણીલક્ષી બેઠકનો ધમધમાટ શરૂ થયો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જ ગાંધીનગર ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 13 જિલ્લાની બેઠકો માટે મંથન તેમજ એક એક બેઠક દીઠ ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. નિરીક્ષક અને જિલ્લા આગેવાનો સેન્સ પ્રક્રિયાવાળા નામોની યાદી આપશે. પાર્લામેન્ટ્રી બોર્ડમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થાન આપ્યું છે. ભાજપની ચૂંટણી માટે ત્રણ દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ચાલી હતી. દાવેદારી ઉમેદવારના નામની પસંદગીની પ્રક્રિયા પર નજર કરીએ તો દરેક જિલ્લામાં નિરિક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયા બાદ યાદી સંકલન બેઠકમાં રજૂ કરવામાં આવશે. દાવેદારીની યાદી નિરીક્ષકો દ્વારા જ શોર્ટલિસ્ટ કરી માત્ર 3થી 5 નામ સંકલન સમિતિમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ 3 નામ પસંદ કરી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલાશે. ભાજપને સેન્સ પ્રક્રિયામાં કુલ 4340 બાયોડેટા મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં સૌથી વધુ બાયોડેટા 1,490 ઉત્તર ગુજરાતમાંથી મળ્યા છે. ભાજપને સૌરાષ્ટ્રમાંથી કુલ 1,163 બાયોડેટા મળ્યા છે. મધ્ય ગુજરાતમાં મળ્યા 962 બાયોડેટા, તો બીજી તરફ સૌથી ઓછા બાયોડેટા 725 દક્ષિણ ગુજરાતમાંથી મળ્યા છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Home Minister #Gandhinagar #Amit Shah #BJP #election #coordination meeting #chairmanship #Meetings
Here are a few more articles:
Read the Next Article