ગાંધીનગર : રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા

ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે એટલે કે, દાદાએ આજે શપથ ગ્રહણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.

ગાંધીનગર : રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા
New Update

ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે એટલે કે, દાદાએ આજે શપથ ગ્રહણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ની આજે શપથવિધિ યોજાય હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર, ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા. આ બધા દિગ્ગજ નેતાઓ આજે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કેબિનેટ કક્ષાના કનુ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યારબાદ કુંવરજી બાવળિયા, મુળુ બેરા, કુબેર ડિંડોર અને ભાનુ બાબરીયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ શપથ લીધા હતા. રાજ્યકક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ પણ શપથ લીધા હતા.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Gandhinagar #Bhupendra Patel #Gujarat government #cabinet #ministers #oath Taking
Here are a few more articles:
Read the Next Article