Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : ભાજપ ડોક્ટર સેલ દ્વારા સુવર્ણ પ્રસન્ન સંસ્કાર કાર્યક્રમ યોજાયો, 17 હજારથી વધુ બાળકોએ લીધો લાભ

ભાજપ ડોક્ટર સેલ દ્વારા ગાંધીનગરના ભાટ ગામની પ્રાથમિક શાળાના બાળકો માટે સુવર્ણ પ્રસન્ન સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર : ભાજપ ડોક્ટર સેલ દ્વારા સુવર્ણ પ્રસન્ન સંસ્કાર કાર્યક્રમ યોજાયો, 17 હજારથી વધુ બાળકોએ લીધો લાભ
X

ભાજપ ડોક્ટર સેલ દ્વારા ગાંધીનગરના ભાટ ગામની પ્રાથમિક શાળાના બાળકો માટે સુવર્ણ પ્રસન્ન સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં બાળકોની ઇમ્યુનિટી બુસ્ટ કરવા મેન્ટ તેમજ ફિઝિકલ રીતે સ્ટ્રોંગ બનાવવામાં આવનાર છે.

ગાંધીનગરના ભાટ ગામની પ્રાથમિક શાળામાં તમામ વિદ્યાર્થીઓને ભાજપ ડોક્ટર સેલ દ્વારા સુવર્ણ પ્રસન્ન સંસ્કાર કરવામાં આવી રહ્યું છે. જેમાં મૂળ વારાણસીની સંસ્થા દ્વારા આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સંસ્થા વિશ્વભરમાં આવા કાર્યક્રમ કરે છે. જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગાંધીનગરથી શરૂઆત કરવામાં આવી છે. ગાંધીનગરની 174 સરકારી શાળાઓ, આંગણવાડીઓને પણ આવરી લેવામાં આવી છે. કુલ 17 હજારથી વધુ વિધાર્થીઓએ આ સુવર્ણ પ્રસન્ન સંસ્કાર કાર્યક્રમમાં ભાગ લીધો છે, ત્યારે આ કાર્યક્રમ થકી આયુર્વેદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે રાજ્યમંત્રી ભાનુ બાબરીયા, ભાજપ મહામંત્રી રજની પટેલ, ડોક્ટર સેલના કન્વીનરો સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story