Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત બોક્સિંગ સ્પર્ધા યોજાય, રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ આપી હાજરી

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાય રહેલ બોક્સિંગ સ્પર્ધામાં રાજ્યના રમત ગમત પ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી હતી.

X

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાય રહેલ બોક્સિંગ સ્પર્ધામાં રાજ્યના રમત ગમત પ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી હતી.

36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર,ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઈ રહી છે. જેના ભાગરૂપે મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ-મુક્કેબાજીમાં ભાગ લ‌ઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીને રમત- ગમત મંત્રી હર્ષ સંઘવીએ બોક્સિંગ રિંગ જ‌ઈને રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છા આપી હતી.રમત- ગમત મંત્રી હર્ષ સંઘવી મહાત્મા મંદિર પહોંચ્યા હતા અને 36મી નેશનલ ગેમ્સ અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રમા‌ઇ રહેલી બોક્સિંગને રસ પૂર્વક નિહાળીને ગુજરાતના મહેમાન બનેલા ખેલાડીનો જુસ્સો વધાર્યો હતો.આ પ્રસંગે ભારતીય બોક્સિંગ સંઘના ઉપાધ્યક્ષ, 36મી નેશનલ ગેમ્સના મહાસચિવ અને ગુજરાત બોક્સિંગ સંઘના અધ્યક્ષ નાણાવટી, સહિત બોક્સિંગ સંઘના હોદ્દેદારો તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story