ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 29મી સપ્ટેમ્બરથી યોજાવાની છે, ત્યારે જુડેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયાના સૂત્રને સાર્થક કરવા માટે રાજ્યભરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
36મી નેશનલ ગેમ્સ અંતર્ગત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ રમતોનું આયોજના કરવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગરમાં બોક્સિંગની રમત યોજાવાની છે. બોક્સિંગમાં ભાગ લેનારા સ્પર્ધકોની તૈયારીઓ જોમ સાથે ચાલી રહી છે. દરેક સ્પર્ધકોના કોચ અને સ્પર્ધકો પ્રેકટીસ કરીને પરસેવો પાડી રહ્યા છે. સરકારે તેમને જરૂરિયાતની તમામ સુવિધાઓ પુરી પાડી તેમનો આત્મવિશ્વાસ વધાર્યો છે. ગુજરાત માટે ગર્વની ક્ષણ છે કે, રાજ્ય નેશનલ ગેમ્સનું યજમાન બન્યુ છે, અને આ ક્ષણે ગુજરાતના ખેલાડીઓને પોતાના ઘર આંગણે રહીને બોક્સિંગ રમવાનો મોકો મળી રહ્યો છે, ત્યારે વધુને વધુ ગોલ્ડ મેડલ અપાવવા માટે મહેનત કરી રહ્યા છે.
બોક્સિંગના ખેલાડીઓને સિસ્ટેમેટિક ટ્રેનિંગ પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે, અને તે જ અનુરુપ તમામ સ્પર્ધકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સ્પર્ધકોને સરકારે બેસ્ટ એ' ગ્રેડના સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. ગુજરાતના ખેલાડીઓને સાથે સાથે ગુજરાતીઓમાં પણ અનેરો ઉત્સાહ છે. આ ઉત્સાહને ટકાવી રાખવા અને ગુજરાતને વધુમાં વધુ મેડલ જીતવા માટે સ્પર્ધકો મહેનત કરી રહ્યા છે.