Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મુખ્યમંત્રી સહીત મંત્રી મંડળે નિહાળ્યું "ધ કાશ્મીર ફાઇલ્સ", કર્યા ફિલ્મના વખાણ...

ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીતના મંત્રી મંડળે પણ આ મુવી નિહાળવા ગાંધીનગર સ્થિત મલ્ટીપ્લેક્સ ખાતે પહોંચ્યા હતા.

X

ધ કાશ્મીર ફાઇલ્સ મુવીને લઇ દેશભરમાં જ્યારે ચર્ચા ચાલી રહી છે, ત્યારે ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીતના મંત્રી મંડળે પણ આ મુવી નિહાળવા ગાંધીનગર સ્થિત મલ્ટીપ્લેક્સ ખાતે પહોંચ્યા હતા.

ગાંધીનગર શહેરના કુડાસણ વિસ્તારમાં આવેલ મલ્ટીપ્લેક્સ થિયેટર ખાતે ધ કાશ્મીર ફાઇલ્સ મુવીના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અધ્યક્ષા નીમા આચાર્ય, મંત્રી જીતુ વાઘાણી સહિત મંત્રી મંડળના 100થી વધુ નેતાઓ હજાર રહ્યા હતા. રાજ્યમાં ધ કાશ્મીર ફાઇલ્સ મુવીને કરમુક્ત જાહેર કરવામાં આવી છે, અને આ ફિલ્મ કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર પર આધારિત છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ ફિલ્મના વખાણ કરી ચુક્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ આ ફિલ્મ જોવા પહોંચ્યા હતા. ફિલ્મ જોયા બાદ તમામ લોકોએ ધ કાશ્મીર ફાઇલ્સ મુવીના વખાણ કર્યા હતા, અને કહ્યું હતું કે, જે ઘટના વર્ષોથી દબાયેલ હતી. તે ઘટના આજે દેશની સામે આવી છે. તો સાથે જ દરેક લોકોએ આ ફિલ્મ અચૂક જોવી જોઈએ તેવું પણ જણાવ્યુ હતું.

Next Story