Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માતૃભાષા મહોત્સવની ઉજવણી

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ ‘માતૃભાષા મહોત્સવ‘ યોજાયો હતો જેમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

X

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ ‘માતૃભાષા મહોત્સવ‘ યોજાયો હતો જેમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ ‘માતૃભાષા મહોત્સવ‘માં મુખ્યમંત્રીએ ગુજરાત સાહિત્ય અકાદમીના નૂતન "ઝવેરચંદ મેઘાણી ભવન"નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક પ્રવૃતિઓ મંત્રી મુળુ બેરા ઉપસ્થિત રહ્યાં હતા.

મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતી સાહિત્ય અકાદમીના નવા સંકલ્પ ઓડિયો બુક અને ઈ-બુકનું લોકાર્પણ તેમજ શ્રેષ્ઠ પુસ્તકના વિજેતાઓને પારિતોષિક એનાયત કરાયા હતા.મુખ્યમંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે કોઈ અન્ય ભાષાથી અંજાઈ જવા કરતા પોતાની માતૃભાષા પર ગર્વ હોવો ખૂબ જ જરૂરી છે. માતૃભાષાનું મહત્વ દરેક રાજ્યનો નાગરિક સમજે અને ગુજરાત વાયુવેગે પ્રગતિ કરે તે માટે રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે.

Next Story