રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ST ડેપો ખાતેથી 151 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર ST ડેપો ખાતે 151 બસોનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું .ગાંધીનગર એસ.ટી.બસ સ્ટેશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ST ડેપો ખાતે નવી 151 બસમાં 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરીનો સમાવેશ થાય છે.રાજ્યમાં મુસાફરી કરતાં મુસાફરોની સલામતીના નિર્ધારીત ધોરણ બસ બોડી કોડ AIS-052 અને CMVR મુજબ આ બસનું નિર્માણ કરવામાં આવ્યું છે. 16 કરોડના ખર્ચે તૈયાર 40 સ્લીપર કોચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ 37 કરોડના ખર્ચે 111 લક્ઝરી બસોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત મુખ્યમંત્રીએ કમ્પ્યુટર બેઝ્ડ એનાઉન્સમેન્ટ સિસ્ટમનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રકારની એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ રેલવે અને એરપોર્ટ પર થાય છે. આ સિસ્ટમ દ્વારા મુસાફરો પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના રુટ, બસ નંબર, સ્ટોપેજ અને પ્લેટફોર્મની જાણકારી મેળવી શકશે. નવીન બસોનું લોકાર્પણ કરતાં સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવીએ બસમાં બેસી ગુણવત્તા પણ ચકાશી હતી