ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો...

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ખોરજ ગામનું તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

New Update
ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો...

રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊચા લાવવાના તેમજ વરસાદી પાણીના મહતમ સંગ્રહ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના ખોરજ ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે.

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ખોરજ ગામનું તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી છે. આ અભિયાન તા. 17 ફેબ્રુઆરીથી તા. 31 મે એટલે કે, 104 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં યોજાવાનું છે. ગુજરાતમાં અનિયમીત તથા અસમાન વરસાદના કારણે ભૂર્ગભ જળસ્તર નીચે ઉતરતા જવાથી તેમજ ક્ષારયુક્ત-ફલોરાઇડ વાળા પાણીથી ખેતી અને માનવ જાતને થતા નુકસાનથી બહાર લાવવાના ઉપાયરૂપે આ જળ સંચય-જળ સંગ્રહ અભિયાન 2018માં શરૂ થયું છે. રાજ્ય સરકારના જુદા જુદા 6 વિભાગો એક સાથે મળીને આ અભિયાનનો ઉદેશ્ય પૂર્ણ કરવા જળ સંચયને લગતા વિવિધ કામો લોક ભાગીદારીથી કરે છે. આ અભિયાન અન્વયે 2023માં પણ તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશયોના ડિલિસ્ટિંગના કામો, રિપેરિંગ કામો તેમજ નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી નિર્માણનું કામો સહિત નદીઓ અને નહેરોને પુનઃ જીવિત કરવા રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

Latest Stories