ગાંધીનગર: સી.એમ.ભૂપ્રેન્દ્ર પટેલ આધ્યાત્મિકતાના રંગે, જુઓ કયા કયા દેવો અને સંતોના લીધા આશીર્વાદ

રાજ્યના નવા સીએમ આધ્યાત્મિક રંગ, અલગ અલગ મંદિર ની કરી સીએમે મુલાકાત, છેલ્લા 5 દિવસમાં 5 મંદિરમાં કર્યા દર્શન.

New Update
ગાંધીનગર: સી.એમ.ભૂપ્રેન્દ્ર પટેલ આધ્યાત્મિકતાના રંગે, જુઓ કયા કયા દેવો અને સંતોના લીધા આશીર્વાદ

રાજ્યના નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સીએમ બન્યા બાદ અલગ અલગ મંદિરો અને સંતો મહંતોની મુલાકાત કરી રહયા છે અમદાવાદ અને ગાંધીનગર ખાતે અલગ અલગ મંદિર અને ગુરુકુળ ખાતે તેમણે છેલ્લા 5 દિવસમાં મુલાકાત કરી હતી અને પૂજા અર્ચના કરી હતી.

આમ પણ સીએમ ભુપેન્દ્ર પટેલ પહેલેથી આધ્યત્મિક રહયા છે તેઓ સિમંધર સ્વામી દાદા ભગવાનને માને છે અનેક વખત તેઓ સત્સંગ માં પણ જોવા મળે છે. રાજ્યના નવા સીએમ ભુપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી અહીં તેમણે ભક્તિ ભાવપૂર્વક દર્શન કર્યા હતા અને નીલકંઠ વર્ણી કર્યો હતો. અહીં સ્વામિનારાયણ સંતોએ તેમનું સ્વાગત કર્યું હતું.

તો અક્ષરધામની મુલાકાત પહેલા તે અમદાવાદ સ્થિત કૌશલેન્દ્ર મહારાજના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. તેઓ ઘરેથી રવાના થતા પહેલા પણ મંદિર માં નમન કરે છે આમ નવા સીએમ ભુપેન્દ્ર પટેલ આદ્યત્મિકનાં રંગે રંગાયેલા છે.

સીએમ બન્યા બાદ તેઓ સીધા અમદાવાદ એસજીવીપી ગુરુકુળ ગયા હતા અને ત્યાં દર્શન કર્યા હતા નજીકના મિત્રો જણાવે છે કે તેઓ પહેલેથી ધાર્મિક સ્વભાવ છે અને દરરોજ સવારે પણ નિત્યક્રમ મુજબ મંદિરે નમન કરવા જાય છે. પોતાના કાર્યાલયમાં પણ કામગીરી સંભાળતા પહેલા તેમણે સિમંધર સ્વામી દાદાની મૂર્તિની સ્થાપના કરી હતી આમ કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા તેઓ માને છે કે ભગવાનને શીશ જુકાવાથી કાર્ય સફળ થાય છે.

Latest Stories