ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલે કર્મયોગીઓ-સેવકો સાથે કર્યો સંવાદ,કામગીરી અંગે આપ્યું માર્ગદર્શન

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કર્મયોગીઓ-સેવકો વર્ગ-૪ સાથે પોતાના નિવાસ સ્થાને સંવાદ કર્યો હતો અને તેઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું

New Update

રાજ્યના મુખ્યમંત્રી નિખાલસ છે અને પોતાના કર્મચારીઓ સાથે પણ નિખાલસતા સાથે મળે છે વાત કરે છે ત્યારે આવી જ નિખાલસતાનો સુખદ અને આગવો પરિચય રાજ્ય સરકારના પાયાના સ્તરના કર્મયોગી એવા વર્ગ-૪ સેવકોને ગાંધીનગરમાં થયો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલયના વર્ગ-૪ના કર્મયોગીઓને પોતાના નિવાસસ્થાને આમંત્રીત કરીને તેમની સાથે સહજ સંવાદ સેતુ સાધ્યો અને સાથે બેસી સ્નેહ ભોજનનો પહેલરૂપ ઉપક્રમ પણ પ્રયોજ્યો હતો.મુખ્યમંત્રીએ વર્ગ-૪ના સૌ કર્મયોગીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, કામ કે ફરજને બોજારૂપ કે સ્ટ્રેસ તરીકે જોવાને બદલે સકારાત્મકતાથી અપનાવીને જ કામનો નિજાનંદ લઇ શકાય છે.‘તમે સૌ સામાન્ય લોકોમાં સરકારની ઇમેજ-છબિ ઊભી કરનારા અદના પણ મહત્વના સેવક છો એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

Latest Stories