ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલ તા.૮ ઓકટોબરે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રોનું કરાશે લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 ઓક્ટોબરે રાજ્યના શ્રમિકોને મોટી ભેટ આપશે.

New Update
ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલ તા.૮ ઓકટોબરે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રોનું કરાશે લોકાર્પણ

શ્રમિકોની પડખે ગુજરાત સરકાર

CM ભુપેન્દ્ર પટેલ શ્રમિકોને આપશે ભેટ

શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રોનું કરાશે લોકાર્પણ

શ્રમ સન્માન પોર્ટલ પણ લોન્ચ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 ઓક્ટોબરે રાજ્યના શ્રમિકોને મોટી ભેટ આપશે. મુખ્યમંત્રીશ્રી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલનું લોકાર્પણ કરશે. જેમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત રૂપિયા 5 માં બાંધકામ શ્રમિક તથા તેના પરિવારજનોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર ૫૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આગામી સમયમાં આ પ્રકારના ભોજન કેન્દ્રો તબક્કાવાર રાજ્યભરમાં શરૂ કરવામાં આવશે.

Latest Stories