શ્રમિકોની પડખે ગુજરાત સરકાર
CM ભુપેન્દ્ર પટેલ શ્રમિકોને આપશે ભેટ
શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રોનું કરાશે લોકાર્પણ
શ્રમ સન્માન પોર્ટલ પણ લોન્ચ કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 ઓક્ટોબરે રાજ્યના શ્રમિકોને મોટી ભેટ આપશે. મુખ્યમંત્રીશ્રી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલનું લોકાર્પણ કરશે. જેમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ફક્ત રૂપિયા 5 માં બાંધકામ શ્રમિક તથા તેના પરિવારજનોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર ૫૦થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આગામી સમયમાં આ પ્રકારના ભોજન કેન્દ્રો તબક્કાવાર રાજ્યભરમાં શરૂ કરવામાં આવશે.