Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો,અન્ય આગેવાનો પણ ભાજપમાં જોડાયા

ભાજપના કાર્યકરોની હાજરીમાં હર્ષદ રિબડિયાએ ભાજપના ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે, હર્ષદ રીબડીયા વર્ષ 2007માં પહેલીવાર ચૂંટાયા હતા.

X

કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ પક્ષમાંથી રાજીમાનું આપ્યા બાદ આજરોજ વિધિવાત રીતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો તેમની સાથે કોંગ્રેસનાં અન્ય આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસનો હાથ છોડી હર્ષદ રિબડિયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે.વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ વિજયાદશમીના એક દિવસ પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો.

આજે તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપના કાર્યકરોની હાજરીમાં હર્ષદ રિબડિયાએ ભાજપના ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે, હર્ષદ રીબડીયા વર્ષ 2007માં પહેલીવાર ચૂંટાયા હતા.. વર્ષ 1995થી 2007 સુધી વિસાવદરએ ભાજપનો ગઢ ગણાતો હતો પરંતુ ભાજપના ગઢમાં ગાબડુ પાડીને હર્ષદ રીબડીયાએ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.હવે આ જ હર્ષદ રીબડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરીને ભાજપમાં જોડાયા છે.

તેઓની સાથે વિસાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ વજુ મોવાલીયા અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નટુ પોંકિયાએ પણ કેસરિયો ધારણ કર્યો છે. હર્ષદ રિબડિયાને પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો

Next Story