જેન-ઝી પોસ્ટ ઓફિસનો પ્રારંભ
ગાંધીનગરમાં IIT ખાતે શરૂઆત
વિવિધ સુવિધાઓથી સજ્જ પોસ્ટ ઓફિસ
પોસ્ટ ઓફિસ ટેક-ફ્રેન્ડલી તેમજ મોડર્ન
કેફેટેરિયા સહિતના સ્થળો આકર્ષણનું કેન્દ્ર
ઈન્ડિયન પોસ્ટ દ્વારા યુવા પેઢીને આકર્ષવા માટે IIT ગાંધીનગરમાં દેશની પ્રથમ 'જેન-ઝી' (Gen-Z) પોસ્ટ-ઓફિસ શરૂ કરી છે. આ પોસ્ટ-ઓફિસમાં લાઇબ્રેરી, કેફેટેરિયા, ફ્રી Wi-Fi અને પોસાય તેવી પાર્સલ-સેવાની સુવિધા ઉપલબ્ધ છે.
યુવા પેઢીને પોસ્ટ વિભાગ તરફ આકર્ષવા માટે, IIT ગાંધીનગરમાં એક અનોખી 'જેન-ઝી' પોસ્ટ ઓફિસનો આરંભ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની પસંદગી મુજબ તૈયાર કરાયેલી આ પોસ્ટ ઓફિસ ટેક-ફ્રેન્ડલી તેમજ મોડર્ન છે.
આ પોસ્ટ-ઓફિસમાં અનેક આધુનિક સુવિધાઓ છે. વિદ્યાર્થીઓ માટે અહીં એક નાનું કેફેટેરિયા, લાયબ્રેરી, ઇન-હાઉસ પાર્સલ પેકેજિંગ સેવા અને ફ્રી Wi-Fi સેવા ઉપલબ્ધ છે. અને વિદ્યાર્થીઓ આરામથી બેસીને ચા-કોફીનો આનંદ પણ લઈ શકે છે. સૌથી અગત્યની બાબત એ છે કે પાર્સલ પેકેજીંગ યુનિટ બહુ જ ઓછા દરે અને સુરક્ષિત રીતે કુરિયર સેવા પૂરી પાડે છે, જે ખાનગી સેવાઓ કરતાં વધુ સસ્તી અને વિશ્વસનીય છે.
'જેન-ઝી' પોસ્ટ ઓફિસ આઈ.આઈ.ટી,ગાંધીનગરના કેમ્પસમાં માત્ર ટપાલ સુવિધાનું નહીં,પણ આરામદાયક સ્થળ પણ બની ચૂક્યું છે.ટપાલ વિભાગ હવે આધુનિક બની રહ્યો છે. વિભાગે સમગ્ર ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આવી 46 'જેન-ઝી' થીમવાળી પોસ્ટ ઓફિસો સ્થાપવાનું આયોજન કર્યું છે.