Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયા ભાજપમાં જોડાયા, કહ્યું દારૂબંધી હટે તો ભાજપ ગુજરાત ફતેહ કરે

ખુમાનસિંહ વાંસીયા ભાજપમાં જોડાયા કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો દારૂબંધી અંગે ખુમાનસિંહનું નિવેદન

X

પૂર્વમંત્રી અને ભરૂચના ખુમાનસિંહ વાંસીયાની ફરીએકવાર ઘરવાપસી થઈ છે. ખુમાનસિંહ વાંસિયા ફરી એકવાર ભાજપમાં જોડાયા હતા અને તેઓએ ગુજરાતમાંથી દારૂબંધી હટે તો ભાજપની તમામ 182 સીટ આવી શકે એવું નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ઘરવાપસી કરી છે અને ફરીએકવાર ભાજપમાં જોડાયા છે.આજરોજ બપોરે 12 કલાકે તેઓએ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો હતો.

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલએ તેમને ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો. ઘરવાપસીના કાર્યક્રમ બાદ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ખુમાનસિંહ વાંસિયાએ ફરી એકવાર દારૂબંધી હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો તેઓએ જણાવ્યુ હતું કે આજે પણ તેઓ તેમના દારૂબંધી અંગેના વ્યક્તિગત નિવેદન પર મક્કમ છે અને જો ગુજરાતમાંથી દારૂબંધી હટે તો ભાજપની તમામ 182 સીટ આવી શકે

ખુમાનસિંહ વાંસીયાએ ભાજપમાં જોડાયા બાદ પણ દારૂબંધી હટાવાનો રાગ આલાપ્યો છે અને કમલમના મંચ પરથી જ નિવેદન આપ્યું છે ત્યારે આવનાર ચૂંટણીમાં આ નિવેદનની શું અસર થશે એ સમય બતાવશે પરંતુ ખુમાનસિંહ જેવા દિગ્ગજ નેતા ફરીએકવાર ભાજપમાં સક્રિય થતા નવા રાજકીય સમીકરણો રચાશે એમાં કોઈ બે મત નથી..

Next Story
Share it