ગાંધીનગરના કલોલમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર જિલ્લાના કલોલમાં કામદાર વીમા યોજના અંતર્ગત સંચાલિત 150 બેડની આધુનિક હોસ્પિટલનો શિલાન્યાસ તથા ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત 750 બેડની આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. આ હોસ્પિટલથી આ વિસ્તારમાં કામ કરતા દોઢ લાખથી વધુ કામદરો અને નાગરીકોને મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માડવિયા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.