/connect-gujarat/media/post_banners/4ba700277ef0a2b07b851f9436ed2eaaf1a01fe784af573a118c3f92c0a13fa9.jpg)
ગુજરાત સરકારે સૂક્ષ્મ,નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા મહત્વનો નિર્ણય કર્યો છે. જી.આઇ.ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની નવી નીતિની જાહેરાત કરી હતી
ગુજરાત સરકારે સૂક્ષ્મ,નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતે જી.આઇ.ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવાની નવી નીતિની જાહેરાત કરી હતી. ઉદ્યોગમંત્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે આ પોલીસી અંતર્ગત ૫૦ ચો.મીથી લઈને ૩૦૦ચો.મીથી વધુ કદના અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાશે.તેમણે વધુમાં ઉમેર્યું કે, આજે ગુજરાત કેમીકલ, પેટ્રોકેમીકલ, ઓટો, ફાર્માશ્યુટીકલ, એન્જીનીયરીંગ, ટેક્ષટાઇલ અને જવેલરી જેવા ઉદ્યોગોમાં બીજા રાજયોની સરખામણીમાં આગળ છે ત્યારે આવા ઉદ્યોગકારો માટે આ નવી નીતિ પ્રેરક બળ પુરૂ પાડશે.