/connect-gujarat/media/post_banners/52f88c0ccfc439bd1d010920c0dc9107e09bc84c2f703d77c1ce8ecd9f28e25c.jpg)
ગાંધીનગર ખાતેથી ફ્રીડમ મોટો રાઈડ બાઈક રેલીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભારત સરકારના રમત ગમત અને યુવા બાબતોના મંત્રાલયના સહયોગથી અને ઓલ ઇન્ડિયા મોટર બાઈક એક્સપીડિશન - 2022 દ્વારા યોજાયેલી ફ્રીડમ મોટો રાઈડ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ જેનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રસ્થાન કરાવ્યું હતું.આ રેલીમાં જોડાયેલા 75 મોટરસાયકલ સવાર ભારત ભ્રમણ દરમિયાન 75 દિવસમાં 18,000 કી.મી.થી વધુ અંતર કાપશે.કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે 9મી સપ્ટેમ્બર મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતેથી આ બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઈક રેલી તારીખ 17 નવેમ્બરના રોજ ગુજરાત પહોંચી હતી અને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સાબરમતી આશ્રમ જેવા સ્થળોની મુલાકાત લીધા બાદ આ બાઈક રેલી ગુજરાતથી મધ્યપ્રદેશ તરફ જવા રવાના થઈ હતી.