/connect-gujarat/media/media_files/2025/12/03/gandhinagar-2025-12-03-15-18-21.jpg)
ગાંધીનગર ખાતે ગુજરાત વહીવટી સુધારણા પંચે ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને યુવા કેન્દ્રિત બનાવતી 9 મુખ્ય ભલામણો સાથેનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે. જેના કારણે ગુજરાત રાજ્યના યુવાનોને વધુ ઝડપથી પારદર્શક રોજગારીની તકો મળશે.
ગુજરાત વહીવટી સુધારણા પંચે ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને યુવા કેન્દ્રિત બનાવતી 9 મુખ્ય ભલામણો સાથે ગાંધીનગર ખાતે આજરોજ તેનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે.
આ ભલામણોમાં મુખ્યત્વે -ભરતી પ્રક્રિયા માટે નિશ્ચિત સમયમર્યાદા, સંયુક્ત ભરતી અને સામાન્ય પ્રવેશ પરીક્ષા CET, દર વર્ષે 2 નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો, સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ઉમેદવાર માટે એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ ડેશબોર્ડ, સંપૂર્ણ ડિજિટલ વર્કફ્લો, ભરતી એજન્સીઓનું પુનર્ગઠન, કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓનો વ્યાપક ઉપયોગ અને 10 વર્ષનું ભરતી કેલેન્ડર જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ સુધારાઓથી ભરતી એક વર્ષ કરતાં ઓછા સમયમાં પૂરી થશે અને ગુજરાતના યુવાનોને વધુ ઝડપથી પારદર્શક રોજગારીની તકો મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.