ગાંધીનગર : સમગ્ર ભારતમાં સેમી કંડક્ટર નીતિ જાહેર કરનાર પહેલું રાજ્ય બન્યું "ગુજરાત"

ગુજરાતમાં ચિપ ઉત્પાદન માટે રાજ્ય સરકાર દ્વારા પોલિસી જાહેર કરવામાં આવી છે.

ગાંધીનગર : સમગ્ર ભારતમાં સેમી કંડક્ટર નીતિ જાહેર કરનાર પહેલું રાજ્ય બન્યું "ગુજરાત"
New Update

ગુજરાતમાં ચિપ ઉત્પાદન માટે રાજ્ય સરકાર દ્વારા પોલિસી જાહેર કરવામાં આવી છે. ભારતમાં સેમી કંડકટર નીતિ જાહેર કરનાર પહેલું રાજ્ય ગુજરાત બન્યું છે, ત્યારે ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે સરકાર દ્વાર મહત્વની પોલિસી જાહેર કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા સેમી કંડકટર નીતિ જાહેર કરવામાં આવી છે. આ પોલિસી જાહેર કરતા જ ડિસપ્લે ઉપકરણ માટે સહાય નીતિ જાહેર કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે. ભારત સરકારની ઇન્ડિયા સેમી કંડકટર મિશન દ્વારા મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર આપશે. આ માટે ધોલેરા ખાતે સેમિકોન સીટી સ્થાપવામાં આવશે. 200 એકર જમીન ખરીદી પર 75 ટકા સબસીડી પણ જાહેર કરવામાં આવી છે.

પહેલા 5 વર્ષમાં પ્રતિ ઘન પાણી 12 રૂપિયામાં પૂરું પાડવામાં આવશે. સરકારની આ પોલિસીથી આગામી 5 વર્ષમાં 2 લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે. મહત્વનું છે કે, દેશમાં સેમી કન્ડક્ટર ચિપ્સ અછતને પહોંચી વળવા માટે મોદી સરકાર દ્વારા 76 હજાર કરોડની મહત્ત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત આગામી 6 વર્ષમાં દેશમાં સેમી કન્ડક્ટર ચિપ્સની સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. જેમાં સેમી કન્ડક્ટર ડિઝાઇન, ઘટકોનું ઉત્પાદન અને ડિસ્પ્લે ફેબ્રિકેશન એકમોની સ્થાપનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

#Gujarat #ConnectGujarat #Gandhinagar #announce #CMBhupendraPatel #JituVaghani #first state in India #Semi Conductor Policy
Here are a few more articles:
Read the Next Article