/connect-gujarat/media/post_banners/7de732a256ee1fede2a4ff28d81fed866acde2b571c0cc4c635a1a0284de2313.webp)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે યોજાયેલ કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જમીનના રી-સર્વે બાબતે ઝડપી કામગીરી થાય તે માટે નિર્ણય લેવાયો છે. જોકે, રી-સર્વે બાબતે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ખેતીની જમીનનો રી-સર્વે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફરી નવેસરથી જમીનનો સર્વે કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે. જે બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પ્રમોલગેશન અને રી-સર્વે સંદર્ભે ચર્ચા કરાઈ છે, અને જમીનના રી-સર્વે બાબતે ઝડપી કામગીરી થાય તે માટે નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આખલાઓ ફરે છે, તે માટે નિર્ણય થયો છે. જેમાં આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. તેમણે વિગતો આપતાં જણાવ્યું કે, ચાઈનીઝ દોરીનો ઉપયોગ બંધ કરવામાં આવે અને ચાઈનીઝ દોરી કે, તુક્કલ ન ખરીદવી તેવી સરકાર તરફથી સામાન્ય નાગરિકોને માહિતી આપવા અપીલ છે.