પ્રજાસતાક પર્વમાં સોલાર એનર્જી-વીન્ડ એનર્જી-મોઢેરા સોલાર વિલેજ સહિતની ગુજરાતની ઊર્જા ક્રાંતિની પ્રસ્તુતિ સાથે તૈયાર કરાયેલો ગુજરાતનો ટેબ્લો લોકપ્રિયતા શ્રેણીમાં વિજેતા થતા કેબિનેટ બેઠકમાં અભિનંદન પાઠવ્યા હતા.
૭૪માં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર યોજાયેલ પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પ્રથમ ક્રમે આવ્યો છે. My Gov પ્લેટફોર્મ દ્વારા રાજ્યોના ટેબ્લોની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઇન વોટિંગ થયુ હતુ.જે અંતર્ગત પીપલ્સ ચોઇસ એવોર્ડમાં ગુજરાતનો ટેબ્લો સૌથી વધુ વોટ શેર સાથે પ્રથમ ક્રમે આવ્યો હતો.અને ત્યારબાદ કેન્દ્ર સરકાર તરફથી એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જે સર્ટી અને એવોર્ડ સીએમ ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરવામાં આવ્યા હતા