ગાંધીનગર : ટેકસટાઇલ ઉદ્યોગો માટે કોંગ્રેસ મેદાનમાં, ઇમરાન ખેડાવાળા આવ્યાં બેનર્સ સાથે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે જ કોંગ્રેસ આક્રમક જણાય રહયું છે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ છે

ગાંધીનગર : ટેકસટાઇલ ઉદ્યોગો માટે કોંગ્રેસ મેદાનમાં, ઇમરાન ખેડાવાળા આવ્યાં બેનર્સ સાથે
New Update

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે જ કોંગ્રેસ આક્રમક જણાય રહયું છે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ છે ત્યારે કોંગ્રેસે સરકારને ઘેરવાની મજબુત રણનિતિ ઘડી કાઢી છે...

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઇ ચુકયો છે. નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ છે. તારીખ 3 માર્ચના રોજ નાણામંત્રી કનુભાઇ દેસાઇ બજેટ વિધાનસભામાં રજુ કરશે. સત્રના આજે પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા આક્રમકઃ વિરોધ કરવામાં આવ્યો. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ નાના ઉધોગ અને બેરોજગાર થઇ રહેલ કામદારોના પ્રશ્નોના બેનર્સ સાથે વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે અમદાવાદ એક સમયે માન્ચેસ્ટર ગણાતું હતું પણ વર્તમાન સમયમાં અનેક મિલો બંધ થઇ ગઈ છે લાખો લોકો બેકાર થયાં છે. નાના ઉદ્યોગોને ધમધમતા કરવા સરકાર નવી નિતિ ઘડી કાઢે તેવી અમારી માંગણી છે..

ભુપેન્દ્ર પટેલ સરકાર માટે બજેટ સત્ર એક કસોટી સમાન રહેશે. ગુજરાતમાં ચુંટણીના વર્ષમાં બજેટ રજુ થઇ રહયું હોવાથી મતદારોને રીઝવવાનો પુરેપુરો પ્રયાસ સરકાર બજેટના માધ્યમથી કરશે. આ ઉપરાંત ચૂંટણી નજીક હોવાથી વિપક્ષ પણ આક્રમક મુડમાં છે. વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહયાં છે. ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, અમારી ચર્ચા ની માંગ સરકારે સ્વીકારી નથી.સરકાર રાજ્યના પ્રાણ પ્રશ્નોથી દૂર ભાગે છે પણ અમે પેપરકાંડ રાજકોટ ખંડણીકાંડ સહિતના અનેક પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવીશું..

#Congress #ConnectGujarat #Gandhinagar #politics #election #BJP4Gujarat #INC #Gujarat Legislative Assembly #Genera Budget #Textile Industries #TextileIndustries #ClothMill #Rajkot Police Commisionar
Here are a few more articles:
Read the Next Article