Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: કેરલા અપનાવશે ગુજરાત મોડેલ, કેરલાના સચિવે લીધી સીએમ ડેશબોર્ડની મુલાકાત

X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ગાંધીનગર ખાતે કાર્યરત CMથી CITIZENને જોડતા સી.એમ-ડેશબોર્ડ સમગ્ર કાર્યપ્રણાલીના અભ્યાસ અને તલસ્પર્શી નિરીક્ષણથી જાતમાહિતી માટે કેરલા સરકારના મુખ્ય સચિવ વી.પી.જોઈએ ડેશબોર્ડની મુલાકાત લીધી હતી.

કેરાલાના મુખ્ય સચિવ વી.પી.જોઈએ આજરોજ ગુજરાત પ્રવાસે પહોચ્યા હતા. તેઓ સી.એમ-ડેશબોર્ડની સંપૂર્ણ વિગતોથી વાકેફ થયા ગુજરાતે અદ્યતન ટેકનોલોજીનો સંપૂર્ણ રિયલ ટાઇમ મોનીટરીંગ ક્ષેત્રે ઉપયોગ કરીને વિકસાવેલી દેશભરમાં પહેલરૂપ આ કાર્ય પદ્ધતિની પ્રસંશા કરી હતી. લોકોને મળતી વિવિધ સરકારી સેવાઓ મોનીટરીંગની આ પદ્ધતિ અને લાભાર્થીઓના ફિડબેક મેળવવાનું સમગ્ર કાર્ય તંત્ર સુશાસનની આગવી દિશા છે.વી.પી. જોયે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પબ્લીક ડીલીવરી સર્વિસીસ સિસ્ટમ અને જનહિત યોજનાઓના ટ્રાન્સપેરન્ટ તેમજ રિયલ ટાઇમ મોનિટરિંગ માટે ગુજરાતે અપનાવેલી આ પહેલનો અભ્યાસ કરવા આપેલ સુઝાવ પગલે તેઓ કેરાલાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સી.એમ-ડેશબોર્ડ થી માહિતગાર થવા આવેલા છે.

રાજ્યમાં ર૬ સરકારી વિભાગો તથા જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ દ્વારા જનહિતકારી યોજનાનો લાભ, એસ.ટી, લાઈટ, પાણી જેવી પાયાની સુવિધા સરળતા મળે છે. તેની બધી જ જાણકારી ગાંધીનગરથી સી.એમ-ડેશબોર્ડ માધ્યમથી રિયલ ટાઇમ મોનીટરીંગ થઇ શકે છે. ગુજરાતના તમામ જિલ્લા અને અલગ અલગ તમામ વહીવટી વિભાગ તથા તેમની યોજનાઓને સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પર ૩,૪૦૦ પૂર્વનિર્ધારિત ઇન્ડીકેટર્સ દ્વારા મોનીટર કરવામાં આવે છે.

Next Story