Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: નિતિન ગડકરીની અધ્યક્ષતામાં યોજાય બેઠક, જુઓ ગુજરાતનાં કયા માર્ગો બનશે ફાસ્ટટ્રેક

ગાંધીનગરમાં કેન્દ્રિય માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ કરી ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી

X

ગાંધીનગરમાં કેન્દ્રિય માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ કરી ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી જેમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, ધોલેરા સહિત અનેક પ્રોજેક્ટ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ગુજરાતના પ્રવાસે છે તે દરમિયાન ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી.નીતિન ગડકરીની અધ્યક્ષતામાં ગુજરાત નેશનલ હાઈવે પ્રોજેક્ટની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક આયોજિત કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, કેન્દ્રના સડક પરિવહન મંત્રાલયના અધિકારીઓ, નેશનલ હાઈવે ઓથોરિટી ના સભ્યો, મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠોર તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના વિવિધ હાઇવે પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની સમીક્ષા કરવામાં આવી હતી. તો રાજ્યના અન્ય ફોરલેન હાઈવેની કામગીરીનો ચિતાર મેળવવામાં આવ્યો હતો

Next Story