Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ૮ મહાનગરના કમિશ્નરોની યોજાય બેઠક,જુઓ શું લેવાયા નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના અધ્યક્ષસ્થાને રાજ્યના ૮ મહનગરપાલિકાના કમિશનરો સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાય હતી

X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના અધ્યક્ષસ્થાને રાજ્યના ૮ મહનગરપાલિકાના કમિશનરો સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાય હતી જેમાં ૮ મહાનગરોમાં પડતર રહેલી ટી.પી સ્કીમ તાત્કાલિક પૂર્ણ કરવાના સૂચન કરવામાં આવ્યા હતા.

રાજ્યની ૮ મહાનગરપાલિકાના કમિશનરો સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના ૮ મહાનગરોમાં પડતર રહેલી ટી.પી સ્કીમ ત્વરાએ પૂર્ણ કરી ઝીરો પેન્ડન્સી લક્ષ્યાંક માટે સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે.મુખ્યમંત્રીએ કહ્યું કે ડ્રાફ્ટ ટી.પી મંજૂર થયાના ૧ વર્ષના સમયગાળામાં ફાઇનલ ટી.પી થઇ જાય તે જરૂરી છે.ડ્રાફ્ટ ટી.પી.થી ફાઇનલ ટી.પી સુધીની જે સમસ્યા કે મુશ્કેલી આવે છે તેનું નિવારણ ત્વરાએ લાવવાની માનસિકતા કેળવવા અને એ માટેનું મિકેનિઝમ ઊભું કરવા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.આ સમીક્ષા બેઠકમાં બધા જ ૮ મહાનગરોની ટી.પી સ્કીમ તથા શહેરી વિકાસની અન્ય યોજનાઓની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ કુમાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.

Next Story