ગાંધીનગર : અડાલજમાં 30થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

રાજ્યમાં ગેરકાયદે બાંધકામો કરેલા હોય તેવી જગ્યાઓ પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને દાદાના બુલડોઝર દ્વારા આવા બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે.

New Update
Demolition

રાજ્યમાં ગેરકાયદે બાંધકામો કરેલા હોય તેવી જગ્યાઓ પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને દાદાના બુલડોઝર દ્વારા આવા બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે.

ત્યારે ગાંધીનગરના અડાલજમાં પણ ડિમોલિશન કરવામાં આવ્યું છે. 30થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. હાઈવે આસપાસમાં રહેલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે અડાલજ હાઈવેની આસપાસના 30થી વધુ ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. હાઈવે રોડની પાસે રહેલું કોમર્શિયલ બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું છે. ગેરકાયદે રહેલા ધાર્મિક સ્થળ, દુકાનો અને ઘર સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા છે અને જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી છે.

બીજી તરફ અમદાવાદમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. ઘૂસણખોરો ઝડપાયા બાદ મેગા ડિમોલિશનની કામગીરી ચંડોળામાં કરવામાં આવી છે અને આશરે 1.50 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

આ વિસ્તારમાં રહેલા તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. 60થી વધુ JCB સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. AMC અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કામગીરી દરમિયાન હાજર રહ્યા હતા.